NEWS

દિવાળી પર ઘરની શોભા વધારશે અહીં મળતા આકર્ષક કચ્છી ભરતકામ વાળા તોરણો, આટલા છે ભાવ

આ કચ્છી ભરતકામના તોરણ તમારી ઘરની શોભા વધારશે નવસારી: દિવાળીમાં ઘર ઓફિસને સુશોભિત કરવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે દિવાળી તહેવારને લઈ માર્કેટમાં સુંદર કચ્છી ભરતકામ વાળા તોરણ વેચાણ માટે આવ્યા છે. હાલ બજારમાં તેના શું ભાવ ચાલી રહ્યા છે તે જાણીએ. દિવાળી પર્વને લઈ હાલ નવસારીની બજારમાં વિવિધ જિલ્લાઓમાંથી વેપારીઓ આવ્યા છે. આ વર્ષે નવસારી બજારમાં કચ્છી ભરતકામવાળા તોરણો વેચાણ માટે આવી ગયા છે. હાલ માર્કેટમાં રંગબેરંગી તોરણો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કચ્છી તોરણ અને મોતીવાળા તોરણો 100 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીના ભાવમાં મળી રહેશે. બજારમાં એમ્બ્રોડરી વાળી ડિઝાઇનના મોબાઈલ કવર પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલ બજારમાં 100 રૂપિયાથી લઈને 150 રૂપિયાના ભાવમાં મળી રહ્યા છે. સાથે સાથે માર્કેટમાં આર્ટિફિશિયલ ફ્લાવરનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. માર્કેટમાં આર્ટિફિશિયલ ફ્લાવરની વિવિધ આકર્ષક વેરાયટીઓ નવસારીવાસીઓનું મન મોહી રહી છે, ઘર ઓફિસના ડેકોરેશન માટે આર્ટિફિશિયલ ફ્લાવરની ડિમાન્ડ વધી છે. ત્યારે હાલ શું ભાવ છે તે જાણીએ. નવસારીના બજારમાં ભારતભરમાંથી મંગાવવામાં આવતા આર્ટિફિશિયલ ફ્લાવરની ધૂમ ખરીદી પણ થઈ રહી છે. અલગ અલગ જાતના ફૂલોના હાર, ફૂલની રીંગો, ગોટાઓના હાર વગેરે હાલ ચલણમાં છે. પ્લાસ્ટિક ફૂલોના ભાવમાં આ વર્ષે 25% નો વધારો નોંધાયો છે. હવે દિવાળીને આડે ગણતરીના દિવસો જ બાકી છે, આગામી સપ્તાહથી દિવાળીના ઉત્સવને લઈ શહેર અને ઘરો રોશનીના ઝળહળાટથી ચમકી ઉઠશે ત્યારે માર્કેટમાં પણ લાઈટની ખરીદી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારમાં મળતી ઇન્ડિયન મેડ લાઇટિંગ અને તોરણ ખુબ આકર્ષણ જમાવ્યું છે. અવનવી વેરાયટીમાં મળતી લાઈટો ખરીદવા નવસારીવાસીઓ ઉત્સાહિત નજરે પડી રહ્યા છે. નવસારી શહેરમાં આવેલા મુખ્ય બજારમાં તમામ વસ્તુઓ સસ્તી અને સારી મળતી હોય છે, જેમાં દિવાળીને લઈને આર્ટિફિશિયલ ફ્લાવરો અને લાઇટિંગ્સ પણ સારી ક્વોલિટીના અને સસ્તામાં મળી રહ્યા છે. હાલ માર્કેટમાં 20 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીના તોરણ મળી રહ્યા છે. જ્યારે 10 રૂપિયાથી લઈને 500 રૂપિયા સુધીના ભાવની લાઇટિંગ સિરીઝ મળી રહી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.