NEWS

મોટા સમાચાર: શાળાઓના મૂલ્યાંકન માટે આવશે નવી પદ્ધતિ, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે આ મોટો ફેરફાર

ગાંધીનગર: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુણોત્સવની મૂલ્યાંકન પદ્ધતિમાં મોટા ફેરફાર લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. નવા ઈરાદા અનુસાર, શાળાઓની ગુણવત્તા નિર્ધારિત કરવા નવી શિક્ષણ નીતિ 2020ની જોગવાઈઓનો સમાવેશ કરીને પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં આના અમલની અને વિધિવત જાહેરાત થશે. વર્ષો જૂની મૂલ્યાંકન પદ્ધતિને વધુ અસરકારક બનાવવા અને વિદ્યાર્થી તથા શાળાની કામગીરીમાં ગુણવત્તા સુધારવા માટે આ પરિવર્તન આવશ્યક માનવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ, જે છેલ્લા 15 વર્ષથી રાજ્યની 32,000થી વધુ પ્રાથમિક અને 8,000થી વધુ માધ્યમિક શાળાઓમાં થાય છે, હવે નવા માપદંડ સાથે શાળાઓનું મૂલ્યાંકન કરશે. આ પણ વાંચો: PM મોદી અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવરનું કરશે લોકાર્પણ, આ તારીખે યોજાશે મોટો કાર્યક્રમ અહીં શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓનું અલગ-અલગ મૂલ્યાંકન કરાશે. નવી પદ્ધતિમાં શાળાઓ પહેલા સ્વમૂલ્યાંકન કરશે. શાળા માટે કુલ પાંચ વિભાગમાં 67 જેટલા નવા માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં તબક્કાવાર મૂલ્યાંકન થશે. શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ કાર્ડ આધાર પર પરિણામો જાહેર થશે. શાળાઓને ગત વર્ષો દરમ્યાન કલર ઝોનમાં વર્ગીકૃત કરવામાં આવી છે. અગાઉની પદ્ધતિમાં શાળાઓને તેમના પ્રદર્શનના આધારે ગ્રીન, યલો, રેડ અને બ્લેક ઝોનમાં મૂકવામાં આવતી હતી. 100 ટકામાંથી 75% અથવા વધુ ગુણ લાવનારી શાળાઓને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવતી હતી, જ્યારે 50% થી ઓછી ટકાવારી લાવનારી શાળાઓને રેડ અને 25% થી ઓછા ગુણ લાવનારી શાળાઓને બ્લેક ઝોનમાં રાખવામાં આવતી હતી. આ પણ વાંચો: ખાતરની અછત મુદ્દે સંયુક્ત કૃષિ નિયામકે આપ્યું આ મોટું નિવેદન, હવે ખેડૂતો આખરે કરે પણ શું? ઉલ્લેખનીય છે કે, ગુણોત્સવ 2.0 અન્વયે, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા આ ફેરફારથી શિક્ષણની ગુણવત્તા ચકાસવા વધુ વૈજ્ઞાનિક અભિગમ અપનાવાશે. જેમાં વિદ્યાર્થીઓની હાજરી, સત્રાંત પરીક્ષાના પરિણામો અને કસોટીના ડેટા જેવી અનેક બાબતોનો સમાવેશ થશે. આપને જણાવી દઈએ કે ગુજરાતની નવી શિક્ષણ નીતિ અનુસાર રાજ્યના શિક્ષણ મંત્રાલયના આ પગલાંથી શિક્ષણમાં ગુણવત્તા સુધાર માટે નવી દિશા મળશે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.