NEWS

પોતાની ઓફિસનું સપનું થઈ જશે સાકાર, આવી રીતે અરજી કરી મેળવી શકશો સહાય

આ યોજનાનો લાભ સ્નાતક તબીબી, વકીલ કે ટેકનિકલ વિદ્યાર્થીઓને મળશે અમદાવાદ: હાલ સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત પોતાનો વ્યવસાય કરવા ઇચ્છતા સ્નાતક વિદ્યાર્થીઓને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે સ્નાતક તબીબ, વકીલ, ટેકનિકલ સ્નાતક માટે ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન & ઇકોનોમિકલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂપિયા 10 લાખ સુધીની લોન સહાય 5 ટકા સાદા વ્યાજ દરે આપવામાં આવી રહી છે. હાલ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા ચાલુ છે. આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર છે? સ્નાતક તબીબ, વકીલ, ટેકનિકલ સ્નાતક માટે વ્યાજ સહાય યોજના અંતર્ગત તબીબ, વકીલ, ટેકનિકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લિનિક, લેબોરેટરી, રેડિયોલોજી ક્લિનિક કે ઓફિસ ખોલવા ઇચ્છે તો તેમને બેન્ક પાસેથી લીધેલ રૂપિયા 10 લાખ સુધીની લોન પર 5 ટકા વ્યાજ સહાય મળવાપાત્ર થશે. આ માટે વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજિસ્ટ્રેશન હોવું જોઈએ. યોજનાનો લાભ મેળવવા માંગતા અરજદાર ગુજરાતના વતની અને બિન અનામત વર્ગના હોવા જોઈએ. આ સાથે અરજદારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષ સુધીની હોવી જોઈએ. વધુમાં અરજદારે બેન્ક પાસેથી લીધેલ લોનના પુરાવા પણ રજૂ કરવાના રહેશે. તેમજ તેમના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે. કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે? આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટમાં બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, આધાર કાર્ડની નકલ, ઉંમરનો પુરાવો, રહેઠાણનો પુરાવો, અરજદારના બેન્ક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ, ડિગ્રી સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, વ્યવસાયનો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, વ્યવસાયનો રજિસ્ટર નંબર, બાંહેધરી પત્રક, નિયત નમૂનાનું અરજીપત્રક વગેરે ડોક્યુમેન્ટ જરૂરી છે. કેવી રીતે અરજી કરવી? સૌપ્રથમ www.gueedc.gujarat.gov.in વેબસાઇટ ઓપન કરો. ત્યારબાદ તેમાં સ્કીમ ફાઇલમાં જઈને “ઇન્ટરેસ્ટ હેલ્પ સ્કીમ ફોર ગ્રેજ્યુએટ ડોક્ટર, લોયર, ટેકનિકલ ગ્રેજ્યુએટ” ઓપ્શન પર ક્લિક કરો. હવે એક નવી ફાઇલ ખુલશે. જો તમે ન્યુ યુઝર છો તો તેમાં ન્યુ યુઝર પર ક્લિક કરી તમારી પર્સનલ ડિટેલ રજિસ્ટર કરો. રજિસ્ટર કર્યા બાદ તમારા મોબાઇલ નંબર, ઇમેલ આઈડી દાખલ કરવાથી એક લોગીન આઈડી નંબર પ્રાપ્ત થશે. હવે આ લોગીન આઈડીની મદદથી તમે તમારું ફોર્મ ભરી શકશો. જેમાં તમારે તમારી જરૂરી વિગતવાર માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ તમારી અરજી કન્ફર્મ કરો. અરજી કન્ફર્મ કરવાથી તમારી માહિતી સબમિટ થઈ જશે અને તમને અરજીનો કન્ફર્મ નંબર પ્રાપ્ત થશે. જે તમારે સુરક્ષિત જગ્યાએ નોંધી લેવાનો રહેશે. એ પછી સબમિટ ફોર્મની પ્રિન્ટ અને જરૂરી ડોક્યુમેન્ટની પ્રિન્ટ જિલ્લા રજિસ્ટરની ઓફિસે જમા કરાવવાની રહેશે. આમ આ રીતે સ્નાતક તબીબી, વકીલ, ટેકનિકલ કે અન્ય સ્નાતક પદવી ધરાવતા લાભાર્થી પોતાનું ક્લિનિક, લેબોરેટરી, રેડિયોલોજી, ક્લિનિક કે ઓફિસ ખોલવા માટે જરૂરી સહાયતા મેળવી શકે છે. આની વધુ માહિતી માટે તમે www.gueedc.gujarat.gov.in પર સંપર્ક કરી શકો છો. શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યા છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઇચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.