NEWS

બસમાં સફર કરનાર વિદ્યાર્થીને આવ્યો અનોખો વિચાર, બનાવ્યું આવું અદ્ભૂત મોડલ

કચ્છ: વિદ્યાર્થીકાળમાં દરેકને કંઈકને કંઈક નવું શીખવાની ધગશ હોય છે. વિદ્યાર્થી પોતાની શાળામાંથી ભણતરની સાથે અનેક પ્રવૃત્તિઓ શીખે છે. પરંતુ કચ્છ જિલ્લાના રાપર તાલુકાની શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી એસટી બસની સફરથી પ્રેરણા મેળવીને એક એવું મોડેલ તૈયાર કર્યું કે જેની સરકારે પણ નોંધ લીધી છે. ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બસનું મોડેલ તૈયાર કર્યું છે. ફક્ત 17 વર્ષના વિદ્યાર્થીની અનોખી કળા 17 વર્ષીય ઇરફાન અનવર મીર રાપર તાલુકાના સમાઘાતનો રહેવાસી છે. તે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે. તેની શાળા તેના ગામથી 12 કિમી દૂર આવેલી છે. તેથી તે છેલ્લા બે વર્ષથી બસમાં સફર કરે છે. બસની સફરથી તેને અનોખી પ્રેરણા મળી છે. આ પ્રેરણાના પરિણામે ઇરફાને બસનું જ આબેહૂબ મોડેલ તૈયાર કર્યું છે. ઇરફાનની આ કળા સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. લોકલ 18 સાથે વાત કરતા ઇરફાને જણાવ્યું કે, “એસ.ટી.ની સુવિધાથી હું એટલો પ્રભાવિત થયો કે મને બસનું એક મોડેલ તૈયાર કરવાનો વિચાર આવ્યો. છેલ્લા બે મહિનાથી હું આ મોડેલ બનાવવા માટે મહેનત કરી રહ્યો હતો. ત્યારે બે મહિનાની મહેનતના અંતે મને આબેહૂબ બસનું મોડેલ તૈયાર કરવામાં સફળતા મળી છે. મારા આ મોડેલની સરકારે પણ નોંધ લીધી છે. આ મોડેલમાં એસ.ટી. બસની જેમ જ સીટ, લાઈટ, સિગ્નલ બધું જ જોવા મળે છે. મેં મારા આ મોડેલની રાપર ડેપોને ભેટ આપી છે. જે રાપર ડેપોના મેનેજરને ખૂબ પસંદ આવ્યું છે. હું તેમને સ્લીપર કોચ સ્કેલ મોડેલ બનાવીને ભેટમાં આપવાની પણ ઈચ્છા ધરાવું છું.” ઇરફાનને પરિવારનો પૂરો સહયોગ સોશિયલ મીડિયા પર છવાઈ ગયેલ ઇરફાન અને તેના મોડેલની આજે દરેક જણ નોંધ લઈ રહ્યા છે. આ વાતને લઈને ઇરફાનના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇરફાનના પિતા અનવરભાઈ મીરે લોકલ 18 સાથે વાત કરતા જણાવ્યું કે, “એક પિતા તરીકે હું ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યો છું. આગામી સમયમાં ઇરફાન જે પણ સારું કામ કરવા ઈચ્છે કે કોઈ શ્રેષ્ઠ મોડેલ બનાવવા ઈચ્છે છે, તેના માટે પરિવાર તરફથી તેને પૂરો સહયોગ આપવામાં આવશે.” None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.