NEWS

નકલી સ્ટોક ટ્રેડિંગથી સાવધાન! આ રીતે લોકો સાથે કરવામાં આવે છે છેતરપિંડી

ફ્રોડસ્ટરો ઈન્વેસ્ટરને એકાઉન્ટ ખોલવાથી લઈને અન્ય તમામ મદદ પણ કરે છે અમદાવાદ: આજકાલ લોકો શેરબજારમાં રોકાણ દ્વારા પૈસા કમાવવાની નવી નવી તકો શોધી રહ્યા છે. ત્યારે બીજી તરફ સાયબર ગુનેગારો પણ આનો ગેરફાયદો ઉઠાવવા માટે એક્ટિવ થઈ ગયા છે. જેમાં સાયબર ગુનેગારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી સ્ટોક ટ્રેડિંગ ગ્રુપ બનાવી ઈન્વેસ્ટરો પાસેથી નાની નાની રકમનું ઈન્વેસ્ટ કરાવી ઈન્વેસ્ટરોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. આ પ્રકારના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. સાયબર સિક્યુરિટી એક્સપર્ટ વિરલભાઈ પરમારે જણાવ્યું હતું કે, આજકાલ સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે અવનવી ટ્રિક અપનાવી રહ્યા છે. જેમાં તેઓ વ્યક્તિને ફોન કોલ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, લિંક દ્વારા, એપ દ્વારા, બેંક દ્વારા કે પછી અન્ય રીતે છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાલ માર્કેટમાં લોકો ટ્રેડિંગ દ્વારા પૈસા કમાવવાનો સારો એવો સાઈડ સોર્સ ઊભો કરી રહ્યા છે. ત્યારે હવે સાયબર ગુનેગારો પણ શેરબજારમાં રોકાણ કરનારાઓને નિશાન બનાવી તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા છે. આ માટે સાયબર ગુનેગારો સૌથી પહેલા જુદા જુદા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેરબજાર સંબંધિત માહિતી પ્રદાન કરવા માટે ફેક એકાઉન્ટ બનાવે છે. જે તમને એકદમ વાસ્તવિક લાગે છે અને તેમાં શેરબજાર સંબંધિત માહિતી પ્રદાન કરવામાં આવે છે. આ સાથે ફ્રોડસ્ટર્સ શેરમાર્કેટમાં રસ ધરાવતા ઘણા લોકોને ફોલો કરી તેમને સ્ટોક ટ્રેડિંગ ગ્રુપની લિંક મોકલે છે. આ રીતે દરરોજ નવા નવા લોકોને નકલી ગ્રુપમાં જોડવામાં આવે છે. એ પછી તેમને નકલી વેબસાઈટની લિંક મોકલી પૈસાનું રોકાણ કરાવે છે. સ્ટોક ટ્રેડિંગ ગ્રુપમાં જોડાતા ઈન્વેસ્ટરોને તેઓ ખાતરી પણ આપે છે કે, ઈન્વેસ્ટરો તેમની સાથે ટ્રેડિંગમાં જોડાઈ મોટો નફો મેળવી વધુ પૈસા મેળવી શકે છે. તેમજ ઈન્વેસ્ટરને એકાઉન્ટ ખોલવાથી લઈને અન્ય તમામ મદદ પણ કરે છે. જેથી ઈન્વેસ્ટરને તેમના ટ્રેડિંગમાં રોકાણ કરવાની વધુ લાલચ જાગે. વધુમાં તેઓ ઈન્વેસ્ટરો પાસે શરૂઆતમાં એકાદ-બે વાર નાનું રોકાણ કરાવી તેમને સારો એવો ફાયદો પણ કરાવે છે. આ રીતે ફ્રોડસ્ટર્સ ઈન્વેસ્ટરોને વધુ ખાતરી અપાવી મોટું રોકાણ કરાવે છે. ઘણા કિસ્સાઓમાં નાના નાના ઈન્વેસ્ટમેન્ટ દ્વારા પણ ફ્રોડસ્ટર્સ રોકાણકારો પાસેથી મોટી રકમ જમા કરી છેતરપિંડી કરે છે. જેની કિંમત ઘણીવાર કરોડોમાં પણ હોય છે. આ ફ્રોડથી કેવી રીતે બચી શકાય શેરબજારમાં રોકાણ કરી પૈસા કમાવવાનો એક સારો માર્ગ છે. પરંતુ નકલી ટ્રેડિંગ દ્વારા થઈ રહેલા ફ્રોડથી પણ તમારે સાવચેત રહેવાની જરૂર છે. આ માટે કોઈપણ અજાણી વ્યક્તિ મારફતે કે અજાણી લિંકમાં જઈને રોકાણ ન કરશો. ખાસ કરીને વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ચાલતા નકલી ટ્રેડિંગ ગ્રુપથી દૂર રહો. શેરબજારમાં રોકાણ કરવા માટે હંમેશા ઓફિશિયલ વેબસાઈટ્સનો ઉપયોગ કરો. વધુ રિટર્ન મેળવવાના ચક્કરમાં ન પડશો. માત્ર વિશ્વાસુ સ્ત્રોતો પાસેથી જ શેરબજાર સંબંધિત માહિતી મેળવો. કોઈપણ સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવો અને જરૂર પડે તો કોઈ અનુભવી નિષ્ણાતની સલાહ લો. નાનું-મોટું ટ્રેડિંગ કરતા પહેલા કંપનીની પ્રોફાઈલ કે વેબસાઈટની યોગ્ય ચકાસણી કરો. આમ છતાં પણ જો તમે સાયબર ક્રાઈમનો શિકાર બનો છો અથવા તો આને લગતી કોઈ શંકાસ્પદ માહિતી જણાય તો તરત જ પોલીસ ફરિયાદ કરો. તેમજ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ www.cybercrime.gov.in પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો. શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યા છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.