NEWS

મિત્રને ફસાવવા આખા દેશને આપ્યું ટેન્શન, સરકારને પણ બોલાવવી પડી બેઠકો; હવે પોલીસે ઝડપી પાડ્યો

17 વર્ષના છોકરાએ તંત્રને 'ધંધે લગાડ્યું'! (પ્રતિકાત્મક તસવીર) Plane Bomb Threat: મુંબઈ પોલીસે ‘પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી’ આપવા મામલે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે, જેણે 14 ઓક્ટોબરે ઓછામાં ઓછી 4 ફ્લાઈટમાં બોમ્બ હોવાના ખોટા સમાચાર આપ્યા હતા. જેમાંથી 3 ઈન્ટરનેશનલ ફ્લાઈટ હતી. આ અફવાને કારણે પ્લેનમાં સવાર મુસાફરો સહિત તમામ સુરક્ષા એજન્સીઓનું ટેન્શન વધી ગયું હતું. આ સમાચારના કારણે 2 ફ્લાઈટ મોડી પડી હતી, જ્યારે 1 ફ્લાઈટ કેન્સલ કરવી પડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સગીર આરોપીનો તેના એક મિત્ર સાથે પૈસાને લઈને ઝઘડો ચાલી રહ્યો હતો અને તે તેને ફસાવવા માંગતો હતો. તેથી તેણે તેના મિત્રના નામે એક ટ્વિટર હેન્ડલ બનાવ્યું અને પછી તેમાંથી પ્લેનમાં બોમ્બ હોવાની મેસેજ પોસ્ટ કરી. તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસમાં વિદેશ માટે ઉડાન ભરતા કેટલાક વિમાનો સહિત લગભગ એક ડઝન ભારતીય વિમાનોમાં બોમ્બ હોવાની ધમકી મળી. જેના કારણે વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ પણ વાંચોઃ ઓ બાપરે! પેશાબથી લોટ ગૂંથી રોટલી બનાવીને ખવડાવતી હતી કામવાળી, આ રીતે ખુલ્યો ‘કાંડ’ મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ 17 વર્ષનો સગીર આરોપી છત્તીસગઢનો રહેવાસી છે. તે ધોરણ 11માં ડ્રોપ આઉટ છે. તેણે 14 ઓક્ટોબરના રોજ ધમકી આપી હતી. જોકે, પોલીસ 15 અને 16 ઓક્ટોબરની આવી જ ઘટનાઓની તપાસ કરી રહી છે. તો બીજી બાજુ બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)એ આ મામલે નિર્ણય લીધો છે કે જે લોકોએ એરલાઈન્સને ધમકીભર્યા કોલ કર્યા છે, તેમને ‘નો ફ્લાય’ લિસ્ટમાં નાખી દેવામાં આવશે. મતલબ કે તેઓ ક્યારેય પ્લેનમાં મુસાફરી કરી શકશે નહીં. આ પણ વાંચો: જેના કારણે સલમાન ખાનનો જીવ જોખમમાં છે એ કાળિયારની કિંમત કેટલી છે? શેમાં થાય છે ઉપયોગ? અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે પણ બેંગલુરુ જઈ રહેલી અકાસા એરની ફ્લાઈટમાં બોમ્બ હોવાનીની ધમકી મળી હતી, ત્યારબાદ 180થી વધુ મુસાફરોએ રાષ્ટ્રીય રાજધાની પરત ફરવું પડ્યું હતું. જોકે, તપાસ દરમિયાન વિમાનમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ પહેલા મંગળવારે એર ઈન્ડિયાની દિલ્હી-શિકાગો ફ્લાઈટ સિવાય અન્ય ત્રણ ફ્લાઈટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમાં જયપુરથી બેંગલુરુ થઈને અયોધ્યા જતું એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન (IX765), દરભંગાથી મુંબઈ જતું સ્પાઈસ જેટનું પ્લેન (SG116), સિલીગુડીથી બેંગલુરુ જતું આકાસા એરપ્લેન (QP 1373) પણે સામેલ છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.