NEWS

સલમાન ખાનને માફ કરવા બિશ્નોઈ સમાજ તૈયાર? 'ભાઈજાન'ની સામે રાખી આ શરત

સલમાન ખાન સાથેની દુશ્મની થશે ખતમ? Salman Khan News: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) અને બિશ્નોઈ ગેંગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ફરી એકવાર આ મામલો ગરમાયો છે. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. જે બાદ હવે વર્ષ 1998નો કાળિયાર શિકારનો મામલો ચર્ચાઈ રહ્યો છે, જેમાં સલમાન ખાનનું નામ આવ્યું હતું. હવે બિશ્નોઈ સમાજ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને માફ કરી દેવામાં આવશે, પરંતુ તેના માટે ભાઈજાને એક કામ કરવું પડશે. હાલમાં જ લોકલ 18 (Local 18) સાથેની ખાસ વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ આ મામલે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘જો સલમાન ખાન પોતાનો ગુનો કબૂલે અને જાહેરમાં માફી માંગે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરવા માટે તૈયાર છે.’ દેવેન્દ્ર બુરિયાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ મુક્તિધામ મુકામ (Muktidham Mukam) ખાતે આવીને માફી માંગશે ત્યારે જ તેમની માફી સ્વીકારવામાં આવશે. મુક્તિધામ મુકામ (Muktidham Mukam) બિશ્નોઈ સમુદાય માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે, જો સલમાન ખાન આ સ્થળે આવીને માફી માંગશે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી દેશે. દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, ‘અમારો એક મોટો સિદ્ધાંત છે, જે ગુરુ જંભેશ્વેરજી દ્વારા આપવામાં આવ્યો છે. અમારો આ સિદ્ધાંત છે કે જો કોઈ સાચા મનથી માફી માંગે તો તેમને માફ કરી શકાય છે. જો સલમાન ખાન તેમની ભૂલ સ્વીકારે છે, તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી શકે છે.’ આ પણ વાંચોઃ કેટલી છે કાળા હરણની કિંમત? જેના કારણે સલમાન ખાનને મારવા માટે પાછળ પડ્યો છે લોરેન્સ બિશ્નોઈ મીડિયા રિપોર્ટ અનુસાર, વર્ષ 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને કાળા હરણનો શિકાર કર્યો હતો, જે બાદ તેમને ઘણા દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આ ઘટનાને આજે પણ બિશ્નોઈ સમાજ ભૂલ્યો નથી. તે દિવસની ઘટનાઓને યાદ કરતા મહિપાલ બિશ્નોઈએ જણાવ્યું કે, ‘રાત્રીના લગભગ 2 વાગ્યે ગોળીનો અવાજ સાંભળીને ગ્રામજનો દોડી આવ્યા હતા. ગ્રામજનોને બે મૃત કાળા હરણ મળી આવ્યા હતા અને ગ્રામજનોએ એક કાર જતા જોઈ હતી. બાદમાં જાણવા મળ્યું હતું કે સલમાન ખાન તેમના કો-સ્ટાર્સ સાથે શિકાર કરવા માટે આવ્યા હતા.’ None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.