NEWS

'વાવ'માં ભાજપને હરાવા કોંગ્રેસ ફરી કમર કસશે! આ ત્રણ નામોની ચર્ચા, જાણો શું છે સમીકરણો

આખરે પાર્ટી કયા નામ પર પસંદગીનો કળશ નાખે છે તે આવનાર સમયમાં જોવાનું રહેશે. બનાસકાંઠા : હરિયાણા અને જમ્મુ કાશ્મીર બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની પણ ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. ગેનીબહેન ઠાકોર સાસંદ બનતા વાવ વિધાનસભા બેઠક ખાલી પડી છે. જે અંગે ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણી પંચની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. વાવ વિધાનસભા બેઠકના ઉમેદવાર માટે, કોંગ્રેસ પક્ષે ઉમેદવાર શોધવા માટે કવાયત શરૂ કરી છે. હાલ કોંગ્રેસમાં 3 ઉમેદવારો પ્રબળ માનવામાં આવે છે. જેમાં સૌથી પહેલું નામ છે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, રબારી સમાજના આગેવાન અને કિસાન સેલના ચેરમેન ઠાકરસીભાઈ રબારી, તેમજ બ્રાહ્મણ સમાજથી આવતા રાજુભાઈ જોશીના નામની હાલ ચર્ચાઓ જોર પકડ્યું છે. આખરે પાર્ટી કયા નામ પર પસંદગીનો કળશ નાખે છે તે આવનાર સમયમાં જોવાનું રહેશે. ગુલાબસિંહ રાજપૂતની જો વાત કરીએ તો ગુલાબસિંહ રાજપૂત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના દાદા પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. ગુલાબસિંહ રાજપૂત પેટાચૂંટણીમાં થરાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા. ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી બીજીવાર ચૂંટણી લડ્યા હતા જોકે જીતી શક્યા ન હતા. પરંતુ શંકર ચૌધરીને બરાબરની ટક્કર આપી હતી. ગુલાબસિંહ રાજપૂતના દાદા હેમાબા વાવ - થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહ્યા હતા. ગુલાબસિંહ રાજપૂત થરાદ બેઠક સાથે વાવ બેઠકમાં પણ સારી પકડ ધરાવે છે. ગેનીબહેન ઠાકોરની લોકસભા ચૂંટણી સમયે ગુલાબસિંહ રાજપૂતની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. આ પણ વાંચો: આજે 12 જિલ્લામાં વરસી શકે વરસાદ! જાણો આગાહી કોંગ્રેસ પક્ષ માટે વધુ એક પ્રબળ ઉમેદવાર ઠાકરસીભાઈ રબારી છે. ઠાકરસીભાઈ કોંગ્રેસના મૂળના કાર્યકર્તા છે. જિલ્લા પંચાયત સભ્ય તેમજ કોંગ્રેસ સેલના જિલ્લા પ્રમુખ છે. વાવ બેઠકમાં પર રબારી સમાજની વસ્તી પણ વધુ છે. વાવ વિધાનસભા બેઠક પર રબારી સમાજના અંદાજે 35 હજાર જેટલા મતદારો છે. ઠાકરસીભાઈ વાવમાં રબારી સમાજનો અગ્રણી ચહેરો છે. એટલે જો તેમને ટિકિટ મળે તો સમાજના મત કોંગ્રેસને મળવાની શક્યતા વધી જાય છે. વાવમાં ગેનીબેનને જીતાડવા અને લોકસભામાં જીતાડવા ઠાકરસીભાઈએ પણ સારી મહેનત કરી છે. એક સમયમાં કોંગ્રેસમાં રહી ભાજપમાં ગયા અને પાછા કોંગ્રેસ આવેલા રાજુભાઈ જોશી જિલ્લા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે. ડીસા અને પાલનપુર વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે તેઓ નામ આગળ છે વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચર્ચિત નામોના હજુ પણ આંકડા વધી શકે છે પરંતુ અત્યારે રાજકીય ગલીઓમાં આ ત્રણ નામની ચર્ચાઓ છે. ટિકિટનું નક્કી પક્ષ કરશે અને જીતનો ફેંસલો મતદારો કરશે. આ બેઠક પર અંદાજિત જાતિગત સમીકરણો - ઠાકોર સમાજના 27.4 ટકા, ચૌધરી પટેલ 16.3 ટકા, દલિત 11.9 ટકા, બ્રાહ્મણ 9.1 ટકા, રબારી 9.1 ટકા મતદારો છે. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક પર આ ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જોવા મળી શકે છે. 1998થી 2022 સુધી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ વિશે વાત કરીએ તો 1998માં કોંગ્રેસના ઉમેદવાર હેમાજી રાજપૂત જીત્યા હતા. તો વર્ષ 2002માં પણ કોંગ્રેસ તેમને રિપીટ કરતા હેમાજી રાજપૂતે ફરી જીતનો પરચમ લહેરાવ્યો હતો. જોકે, વર્ષ 2007માં ભાજપે કોંગ્રેસની આ બેઠક છીનવી લીધી હતી. 2007માં ભાજપના ઉમેદવાર પરબત પટેલનો અને 2012માં ભાજપના શંકર ચૌધરીનો વિજય થયો હતો. 2017 અને 2022માં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો વિજય થયો હતો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.