NEWS

સુરતમાં દારૂની પરમિટની કિંમત વધી, દિવાળી પહેલા લેવાયો મોટો નિર્ણય, જાણો નવા ભાવ

સુરત: શહેરમાં હવે પરમિટનો દારૂ પીવાનું મોંઘું થઈ જશે. સુરતમાં દિવાળી સમયે જ લીકર પરમિટના ભાવોમાં ધરખમ વધારો થયો છે. જેમાં લીકર પરમિટ મેળવવા 15 હજાર રૂપિયાનો વધારો કરાયો છે. શહેરમાં હવે નવી પરમિટના 10 હજારથી વધારીને 25 હજાર તેમજ રીન્યુઅલના 5 હજારથી વધારીને 20 હજાર રૂપિયા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. આ અંગે હોસ્પિટલમાં સૂચનાઓ પણ લગાડી દેવામાં આવી છે. સુરત શહેરમાં હવે લીકર પરમિટના જે ભાવો હતા તેમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ટોપના પાંચ શહેર જિલ્લામાં લીકર પરમિટ ધારકોની સંખ્યામાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સૌથી વધુ પરમિટ સાથે પ્રથમ ક્રમે અને ત્યારબાદ સુરત બીજા નંબરે છે. સુરત શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં હેલ્થ પરમિટના આધારે દારૂનું સેવન કરવાની સંખ્યામાં સતત વધારો થયો છે. આ પણ વાંચો: આ પિતા-પુત્રએ જે કૌભાંડ કર્યું તે જાણીને આંખો પહોળી થઈ જશે, સીધા દેશના અર્થતંત્ર સાથે ખેલતા હતા ખેલ લીકરની પરમિટના ભાવમાં ગત મહિને સુરતમાં મળેલી સંકલનની બેઠકમાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ તા. 15 ઓક્ટોબર મંગળવારથી રૂ. 15,000નો વધારો કરાયો છે. નવી લીકર પરમિટના જે રૂ. 15,000 હતા તેમાં નવો ભાવ રૂ. 25,000 અને પરમિટ રીન્યુ કરવાનો જૂનો ભાવ રૂ. 5,000 હતો જેમાં સીધો વધારો કરીને રૂ. 20,000 કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં લીકર પરમિટના પરવાનો મેળવવામાં તોતિંગ વધારો ભરવો પડશે. ભાવવધારાની આ રકમ નવી સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા કરવામાં આવતી છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, “લીકર પરમિટના મેડિકલ ફિટનેસ માટે રોગી કલ્યાણ સમિતિ તરફથી જે યુઝર ચાર્જિસ લેવામાં આવે છે તેમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યની અન્ય હોસ્પિટલમાં તેના ભાવ વધારે જ હતા તેની સરખામણીએ આ નિર્ણય કરવામાં આવ્યો છે.” આ પણ વાંચો: નદીમાં ફેકેલા સિક્કા વિણતો, ગુનાના રવાડે એવો ચઢ્યો કે વાત ન પુછો, જાણો ફિલ્મને પણ ટક્કર આપે તેવી સ્ટોરી પહેલા નવી પરમિટના જે પહેલા 10 હજાર રૂપિયા લેવામાં આવતા હતા એ હવે 25 હજાર અને રીન્યુઅલના 5 હજાર હતા તે હવે 20 હજાર રૂપિયા કરવામાં આવ્યા છે. રોગી કલ્યાણ સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની અન્ય હોસ્પિટલમાં પણ આ જ રીતના ભાવો છે જ્યારે સુરત ખાતે ઓછા હતા. દરમ્યાન રાજ્યની અન્ય હોસ્પિટલ અને શહેરની હોસ્પિટલના ભાવમાં એકસૂત્રતા જળવાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં તેનો રૂમ છે ત્યાં સૂચના પણ લગાવી દેવામાં આવી છે તેમજ જે ફી લેવામાં આવે છે તેની રોગી કલ્યાણ સમિતિ તરફથી રસીદ પણ આપવામાં આવે છે. અહીં કોઈ કેશ લેવામાં લેવામાં નથી આવતા. માત્ર ઓનલાઈન અથવા ચેકથી જ રૂપિયા લેવામાં આવે છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.