NEWS

1 બોલમાં 7 રનની જરૂર હતી... છેલ્લા બોલે છગ્ગો ફટકાર્યો, છતાં હારી ગઈ ટીમ

મનિષ પાંડેએ છગ્ગો ફટકર્યો છતાં ટીમ હારી ગઈ નવી દિલ્હી : વર્ષ 2019ની આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે ભારે રોમાંચક મેચ રમાઈ હતી. આઈપીએલ 2019ની 51મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીત માટે 163 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમ 162 રન સુધી પહોંચી ગઈ હતી, પરંતુ મેચ હારી ગઈ. મનિષ પાંડેએ છગ્ગો ફટકારી મેચ ટાઈ કરાવી હતી. પરંતુ સુપર ઓવરમાં હાર્દિકે તેની ટીમની ખરાબ હાલત કરી નાખી. મુંબઈ ઇન્ડિયન્સે પહેલી બેટિંગ કરતા 162 રન બનાવ્યા હતા. હૈદરાબાદને જીત માટે 163 રનની જરૂર હતી. હૈદરાબાદે પોતાની શરૂઆતની વિકેટ ઝડપથી ગુમાવી હતી. ત્યારબાદ મનિષ પાંડે બેટિંગ કરવા ઉતર્યો હતો. મનિષે શાનદાર બેટિંગ કરતા ટીમને જીત નજીક પહોંચાડી. સ્થિતિ એવી હતી કે હૈદરાબાદને જીતવા માટે 1 બોલમાં 7 રનની જરૂર હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા બોલિંગ કરી રહ્યો હતો. આ પણ વાંચો : અંગ્રેજ ખેલાડીએ બનાવ્યો તોફાની રેકોર્ડ, સૌથી ઝડપી 2000 રન બનાવી રચ્યો ઇતિહાસ હાર્દિક પંડ્યાની 20મી ઓવરના છેલ્લા બોલમાં મનિષ પાંડેએ જોરદાર છગ્ગો ફટકાર્યો અને મેચને ટાઈ કરાવી દીધી. પરંતુ તેઓ મેચ જીતી શક્યા નહીં. પાંડેએ આ મેચમાં 47 બોલમાં 71 રનની ઇનિંગ રમી હતી. બંને ટીમનો સ્કોર 162-162 થયો અને મેચ ટાઈ થઈ ગઈ. એવામાં મેચના પરિણામ માટે સુપર ઓવર કરાવવામાં આવી. સુપર ઓવરમાં મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા સનરાઇઝર્સ હૈદરાબાદ માટે કાળ સાબિત થયો. સુપર ઓવરમાં હૈદરાબાદની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. મનિષ પાંડે અને મોહમ્મદ નબી આઉટ થઈ ગયા અને ટીમ 2 વિકેટના નુકસાને 8 રન જ બનાવી શકી. હવે એમઆઈને જીતવા માટે માત્ર 9 રનની જરૂર હતી. મુંબઈ માટે હાર્દિક પંડ્યા બેટિંગ માટે ઉતર્યો અને પહેલા જ બોલમાં છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ પોલાર્ડને સ્ટ્રાઇક આપી અને પોલાર્ડે ત્રીજા બોલમાં 2 રન લઈને ટીમને જીત અપાવી અને સનરાઇઝર્સ હૈદરાબાદને હારનો સામનો કરવો પડ્યો. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.