NEWS

સુપ્રિમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: ન્યાયની દેવીની આંખો પરથી પટ્ટી હટી, હવે દેશનો કાયદો 'અંધા કાનૂન' નહીં કહેવાય

સુપ્રીમ કોર્ટમાં ન્યાનની દેવીની નવી મૂર્તિ સ્થાપિત કરાઈ. ન્યૂ દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ મૂર્તિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. મૂર્તિની આંખની પટ્ટી હટાવીને તેના હાથમાં તલવારની જગ્યાએ બંધારણનું પુસ્તક આપવામાં આવ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે આ ફેરફારો કર્યા છે. તેનો હેતુ એ બતાવવાનો છે કે ભારતમાં કાયદો આંધળો નથી. નવી મૂર્તિ સુપ્રીમ કોર્ટના જજોની લાઇબ્રેરીમાં સ્થાપિત કરવામાં આવી છે. CJI DY ચંદ્રચુડ પોતે આ મૂર્તિ બનાવવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, જૂની મૂર્તિમાં દેખાડવામાં આવેલા અંધ કાયદા અને સજાનું પ્રતીક આજના સમય માટે યોગ્ય નહોતું, તેથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલાની મૂર્તિમાં આંખે પાટા બાંધવાનો અર્થ એવો હતો કે કાયદો દરેક સાથે સમાન રીતે વર્તે છે. હાથમાં રહેલી તલવાર બતાવે છે કે કાયદામાં શક્તિ છે અને તે ખોટું કરનારાઓને સજા કરી શકે છે. જોકે, નવી મૂર્તિમાં એક વસ્તુ જે બદલાઈ નથી તે છે ત્રાજવું. મૂર્તિના એક હાથમાં હજુ પણ ત્રાજવું છે. આ દર્શાવે છે કે કોર્ટ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલા બંને પક્ષકારોને ધ્યાનથી સાંભળે છે. ત્રાજવું સંતુલનનું પ્રતિક છે. જાણો મૂર્તિનો ઇતિહાસ ન્યાયની દેવી જેને આપણે કોર્ટમાં જોઈએ છીએ. તે ખરેખર એક ગ્રીક દેવી છે. તેનું નામ જસ્ટિયા છે અને તેના નામ પરથી ‘જસ્ટિસ’ શબ્દ આવ્યો છે. તેની આંખે પાટા બતાવે છે કે ન્યાય હંમેશા નિષ્પક્ષ હોવો જોઈએ. 17મી સદીમાં એક બ્રિટિશ અધિકારી આ મૂર્તિને પહેલીવાર ભારતમાં લાવ્યા હતા. આ અધિકારી કોર્ટના અધિકારી હતા. ન્યાયની દેવીની મૂર્તિ 18મી સદીમાં બ્રિટિશ રાજ દરમિયાન જાહેર ઉપયોગમાં આવી હતી. ભારતની આઝાદી પછી પણ આપણે આ પ્રતીક અપનાવ્યું છે. શા માટે આંખે પટ્ટી હતી? ન્યાયની દેવી આંખે પાટા કેમ બાંધે છે? તેનો જવાબ પણ રસપ્રદ છે. આ એટલા માટે છે કારણ કે કોઈને જોઈને ન્યાય કરવો એ પક્ષપાતી હોઈ શકે છે. આંખે પાટા બાંધવાનો અર્થ એ છે કે ન્યાયની દેવી હંમેશા નિષ્પક્ષપણે ન્યાય આપશે. આ રીતે જસ્ટિયાની મૂર્તિ આપણને યાદ અપાવે છે કે સાચો ન્યાય ન્યાયી અને કોઈપણ ભેદભાવ વિના હોવો જોઈએ. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.