NEWS

કોંગ્રેસ પાસેથી વાવ બેઠક આંચકવા માટે ભાજપની કવાયત તેજ, મહેમદાવાદના ધારાસભ્યને સોંપી મોટી જવાબદારી

ભાજપે પ્રભારી સાથે સાથે નિરીક્ષકોની પણ નિયુક્તિ કરવામાં આવી ગાંધીનગર : મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી પણ જાહેરાત થઈ ચૂકી છે. ઝારખંડ બે તબક્કામાં એટલે કે 13 અને 20 નવેમ્બરે મતદાન થશે, તો મહારાષ્ટ્રમાં એક તબક્કામાં 20 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે. તેની સાથે ગુજરાત વિધાનસભાની એક બેઠક પર પેટાચૂંટણી માટે 13 નવેમ્બરે મતદાન અને 23 તારીખે મતગણતરી થવાની છે. વાવ વિધાનસભા બેઠક કોંગ્રેસના ગેનીબેન ઠાકોર 2022 માં જીત્યા હતા. કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા બેઠક લોકસભા બેઠકના સાંસદ બનાવતા વાવ બેઠક ખાલી પડી હતી. જેની હવે ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપે વાવ બેઠકમાં મેદાન મારવા માટેની રણનીતિ ઘડી છે. જેમાં આજે એક બાદ એક નિમણૂકો કરવામાં આવી છે. વાવ બેઠક જ્યારથી ખાલી પડી ત્યારે ભાજપે વાવ બેઠકના પ્રભારી તરીકે પાટણમાંથી આવતા ભરત આર્યાને પ્રભારી બનાવ્યા હતાં. પરંતુ ભરત આર્યા પક્ષમાં અનેક ફરિયાદ થતા તેમને પ્રભારીમાંથી મુક્તિ આપી હતી. ભાજપે ચૂંટણીની જાહેરાત થતાં સાથે ભાજપે પ્રભારીની નિયુક્તિ કરી છે. ભાજપે પૂર્વ કેબિનેટ મંત્રી અને હાલ મહેમદાવાદના ધારાસભ્ય અર્જુન સિંહ ચૌહાણને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે જ્ઞાતિ સમીકરણ આધારે અર્જુન સિંહની નિયુક્તિ કરી છે. કેમકે વાવ બેઠક મોટાભાગના ક્ષત્રિય સમુદાય અને બક્ષીપંચના ઠાકોર સમાજના મતદાર છે. અર્જુન સિંહ ચૌહાણ પણ ક્ષત્રિય સમુદાયના આવતા હોવાથી તેમને પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અર્જુન સિંહ સંગઠનમાં સારી પકડ ધરાવે છે, એટલે કે અર્જુન સિંહ ધારાસભ્ય સાથે સાથે ખેડા જિલ્લા પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જે ભાજપના કામગીરી સારી પેઠે જાણે છે જેથી ભાજપે વાવ બેઠક કબજે કરવા માટે પ્રભારીનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ પણ વાંચો : મોટા સમાચાર: શાળાઓના મૂલ્યાંકન માટે આવશે નવી પદ્ધતિ, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે આ મોટો ફેરફાર ભાજપે પ્રભારી સાથે સાથે નિરીક્ષકોની પણ નિયુક્તિ કરવામાં આવી છે. એટલે કે ભાજપે વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ભાજપે સુરત શહેરમાંથી આવતા અને ભાજપના ઉપાધ્યક્ષ જનક બગદાણાને નિરીક્ષકની જવાબદારી સોંપી છે. તેમની સાથે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસને બીજા નિરીક્ષક તરીકે અને ત્રીજા નિરીક્ષક તરીકે મહિલા અને અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે હવે નિરીક્ષકો વાવ વિધાનસભામાં પ્રવાસે જશે, વિવિધ લોકોને સાથે બેઠકો અને વાર્તાલાપ પણ યોજશે. વાવ બેઠકના ઉમેદવાર માટે સેન્સ પણ લેશે. જેમાં પ્રબળ દાવેદાર તેમજ જીતી શકે તેવા ત્રણ ઉમેદવારોના નામો પણ મોવડી મંડળ સુધી પહોંચાડશે. આમ ભાજપે નિરીક્ષક અને પ્રભારી નિયુક્તિ કરીને વાવ વિધાનસભા બેઠક માટે તૈયારી શરૂ કરી દીધી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.