NEWS

આ પિતા-પુત્રએ જે કૌભાંડ કર્યું તે જાણીને આંખો પહોળી થઈ જશે, સીધા દેશના અર્થતંત્ર સાથે ખેલતા હતા ખેલ

સુરત: ચાઇના, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશ જેવા દેશો સાથે જોડાયેલા ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના કૌભાંડીઓને સુરત શહેર SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત શહેર SOG દ્વારા મકબુલ ડોક્ટર, કાશીફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા 8 પાસબુક, સેવિંગ એકાઉન્ટની 29 ચેકબુક, કરંટ બેન્ક એકાઉન્ટની 2 ચેકબુક, 4 છુટા ચેક, 38 ડેબિટ કાર્ડ, 497 Airtel કંપનીના સિમકાર્ડ, 7 મોબાઈલ, એક પૈસા ગણવાનું મશીન અને 90,408 રૂપિયાની અલગ અલગ કરન્સી તેમજ ફ્રોડ કરી લોકો પાસેથી મેળવેલા 16,95,000 આમ કુલ મળીને 19,92,408 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આર્થિક રીતે ભારતીય અર્થતંત્રને ખોખલું કરતા અને ભારત દેશના લોકો સાથે સાયબર ફ્રોડ કરતી એક ગેંગનો પર્દાફાશ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. સુરત શહેર SOG દ્વારા ચાઇના, પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ બાંગ્લાદેશમાં સુરતથી ચાલતા USDT એક્સચેન્જના રેકેટનો પર્દાફાશ કર્યો છે. SOG દ્વારા આ કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મકબુલ ડોક્ટર, કાશીફ ડોક્ટર અને માઝ નાડાની ધરપકડ કરવામાં આવી છે. મકબુલ અને કાશીફ બંને પિતા-પુત્ર છે. આરોપી પિતા-પુત્ર અઠવાલાઇન્સ સાફિયા મંજિલ સોનીફળીયાના પોતાના મકાનમાં બેસીને આ રેકેટ ચલાવતો હતો. આ પણ વાંચો: અનુપમ ખેરના ફોટા વાળી નોટ આપી કરોડોની છેતરપિંડી, જે ફિલ્મી સ્ટાઈલે આરોપીએ ખેલ ખેલ્યો વાત ન પુછો આરોપીઓ સુરતમાં બેસીને USDTનું ટ્રાન્જેક્શન કરતા હતા. 58 વર્ષનો મકબૂલ, તેનો દીકરો કાશીફ અને માઝ નામનો ઈસમ ઝડપાયો છે. પોલીસના હાથે 3 ઈસમો ઝડપાયા છે અને 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. વોન્ટેડ મહેશ આંગણિયા મારફતે મકબુલને પૈસા મોકલતો હતો. ત્યારબાદ મકબુલ પાસેથી પૈસા મેળવી માઝ રૂપિયાને અલગ અલગ લોકોને આપીને તેમની પાસેથી USDT મેળવીને માઝ મકબુલને આપતો હતો. મકબુલ આ USDT મહેશ દેસાઈને આપતો હતો. આ જ પ્રકારે ઘણી વખત મહેશ દેસાઈ મકબુલને વોલેટમાં USDT ટ્રાન્સફર કરતો હતો. મકબુલ માઝને આ USDT આપતો હતો. માઝ આ USDT જે લોકોને જરૂર હોય તેમની પાસેથી રોકડા રૂપિયા લઈ USDT આપતો. ત્યારબાદ આ રોકડ રૂપિયા મકબુલને મળતા હતા. મકબુલ આ પૈસાને આંગણિયા મારફતે મહેશ દેસાઈને મોકલતો હતો. મકબુલ મુખ્ય આરોપી છે. તેના ચાઇના તેમજ અન્ય દેશોમાં પણ બેન્ક એકાઉન્ટ છે. તેના અકાઉન્ટમાંથી 100 કરોડથી વધુના વ્યવહાર કરવામાં આવ્યા છે. આ બાબતે મકબુલ નામના ઇસમની અને તેની પાસેથી મળેલા બેન્ક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. આરોપી પાસેથી જે સિમકાર્ડ મળ્યા છે તે દુબઈમાં 5થી 8 લાખ રૂપિયામાં વેચતા હતા. આ આરોપીઓ અલગ અલગ લોકોના ખોટા નામ પર બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા. જે એકાઉન્ટની 28 કમ્પ્લેન સાયબર પોર્ટલ પર દેશના અલગ અલગ વિસ્તારોમાંથી કરવામાં આવ્યા છે. આરોપીઓ દુબઈમાં 8-8 લાખમાં સિમકાર્ડનું વેચાણ કરતા હોવાનું પણ આરોપીના મોબાઇલની તપાસ કરતા પુરાવા મળ્યા છે. આ પણ વાંચો: નદીમાં ફેકેલા સિક્કા વિણતો, ગુનાના રવાડે એવો ચઢ્યો કે વાત ન પુછો, જાણો ફિલ્મને પણ ટક્કર આપે તેવી સ્ટોરી ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓએ અઢળક મિલકતો પણ વસાવી છે. સુરત તેમજ નવસારી અલગ અલગ જગ્યા પર મકાન, ફાર્મ હાઉસ સહિતની પ્રોપર્ટી આરોપી દ્વારા પરિવારના સભ્યના નામે અલગ અલગ વિસ્તારમાં વસાવવામાં આવી છે. ઉપરાંત દુબઈમાં પણ આરોપી દ્વારા એક ફ્લેટની ખરીદી કરવામાં આવી છે. તો દુબઈમાં એક મોબાઇલના સ્પેરપાર્ટની દુકાન પણ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત એક કંપની પણ ઉભી કરવામાં આવી છે. આરોપીઓ પૈસાની જે પ્રકારે મુવમેન્ટ કરતા હતા તેમાં કોઈ ટેરર ફન્ડિંગ કરવામાં આવે છે કે નહીં તે બાબતે કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવી છે. મહેશ દેસાઈ નામના વ્યક્તિ તરફથી પ્રતિદિન આરોપી સાથે કરોડ, 50 લાખના ટ્રાન્જેક્શન કરવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઇસમને પકડવા માટે પણ પોલીસ દ્વારા કેન્દ્રીય એજન્સીઓની મદદ લેવામાં આવશે. આરોપીઓ દુબઈ તેમજ સાઉદી અરેબિયામાં વિઝીટ કરી રહ્યા છે. તેથી તેઓ દુબઈમાં રહેતા મહેશ દેસાઈ સાથે સંપર્કમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે હાલ અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં 6 લોકોના નામ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.