NEWS

વાહ ભાઈ વાહ: ગુજરાતમાં હવે દરેક બાળક સ્કૂલમાં ભણવા જશે, શિક્ષણ વિભાગે હાથ ધર્યું આ મોટું અભિયાન

ગાંધીનગર: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહેવા માટે એક વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક બાળક શાળામાં દાખલ થાય અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. આ અંતર્ગત, 6 થી 19 વર્ષના દરેક શાળા બહારના બાળકની ઓળખ કરવી, અને તેમને શાળાની મુખ્યધારામાં પાછા લાવવા માટે કાર્યવાહી કરવી એ મુખ્ય લક્ષ્ય છે. આ સર્વે 10મી ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે અને 30મી નવેમ્બર, 2024 સુધીમાં પૂર્ણ થશે. શાળા બહારના બાળકોની ઓળખ માટે દરેક જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી (DEO) દ્વારા ગામડાઓ, નગરપાલિકા, અને મહાનગર વિસ્તારોમાં આ સર્વે હાથ ધરાયો છે. સરકારી શિક્ષકો, બીઆરસી (BRC) અને ટીઆરપી (TRP) સહિતના અધિકારીઓએ શાળા બહારના બાળકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. આ જાણકારીનું વ્યાપક પ્રમાણમાં એકત્રિત કરવા માટે દરેક વિસ્તારના મુખ્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સર્વે યોજાયો છે. આ પણ વાંચો: મોટા સમાચાર: શાળાઓના મૂલ્યાંકન માટે આવશે નવી પદ્ધતિ, શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે આ મોટો ફેરફાર સર્વે અંતર્ગત બાળકોના ઘરોની મુલાકાત લઈને તેઓ શાળામાં છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે. જો તેઓ શાળામાં નથી તો તેમને તાત્કાલિક રીતે નજીકની શાળામાં દાખલ કરવામાં આવશે. 7મી નવેમ્બરથી 16મી નવેમ્બર સુધીમાં તમામ વિસ્તારમાંથી એકત્ર કરાયેલ આંકડાની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, 18મી નવેમ્બરથી 30મી નવેમ્બર સુધી રાજ્યના બાળકોની એન્ટ્રી કેન્દ્ર સરકારના પ્રબંધ પોર્ટલ અને રાજ્ય કક્ષાના ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં નોંધવામાં આવશે. સર્વેમાં ઓળખાયેલા બાળકોને શિક્ષણની પ્રવૃત્તિઓમાં જોડવા માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે, જેમાં શાળામાં નામાંકન કરવું અને બાળકોને શિક્ષણના વિવિધ સ્તરે પુનર્વસિત કરવાનો સમાવેશ છે. શાળા બહારના બાળકોને પાછા લાવવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી અને અન્ય શૈક્ષણિક અભિયાનો ચાલી રહ્યા છે. આ પણ વાંચો: PM મોદી અમરેલીના દુધાળામાં ભારત માતા સરોવરનું કરશે લોકાર્પણ, આ તારીખે યોજાશે મોટો કાર્યક્રમ ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં કોઈપણ ભૂલ ન થાય તેની ખાતરી કરવા માટે, પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સર્વેની કામગીરીની દેખરેખમાં ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. આ કાર્યમાં કોઈ ચૂક ન થાય તે માટે દરેક વિભાગને સમયસર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.