NEWS

અનુપમ ખેરના ફોટા વાળી નોટ આપી કરોડોની છેતરપિંડી, જે ફિલ્મી સ્ટાઈલે આરોપીએ ખેલ ખેલ્યો વાત ન પુછો

અમદાવાદ: નકલી આંગડિયા પેઢી બનાવીને સરદારજીના વેશમાં અનુપમ ખેરના ફોટોની નકલી નોટો દ્વારા સોનાના બિસ્કિટની ખરીદીના બહાને છેતરપિંડી કરતી ગેંગના 3 આરોપીઓ અમદાવાદમાંથી ઝડપાયા છે. જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ ઠગાઈનું ષડયંત્ર રચ્યું હતું. જેમાં તેમણે બે દિવસમાં ઠગાઈને આપ્યો હતો અંજામ. ક્રાઇમ બ્રાન્ચે આરોપી દીપક રાજપૂત, નરેન્દ્ર ઉર્ફે નંદુ જાદવ અને કલ્પેશ મહેતાની ઠગાઈ કેસમાં ધરપકડ કરી છે. આરોપીએ 24 સપ્ટેમ્બરના રોજ સી.જી. રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સમાં સરદારજીનો વેશ ધારણ કરી ગ્રાહક બની પહોંચ્યા હતા. તેઓ 2 કિલો 100 ગ્રામ ખરીદવાનું કહીને આનંદ મંગલ કોમ્પ્લેક્ષમાં પટેલ કાંતિલાલ મદનલાલ એન્ડ કંપનીના બોગસ પેઢીમાં ડિલિવરી કરવાનું જણાવ્યું હતું. જેથી મેહુલ બુલિયન વેપારીએ પોતાના કર્મચારીને રૂપિયા 1.60 કરોડના સોનાના બિસ્કિટ ડિલિવરી કરવા મોકલ્યો હતો. જોકે આ ગેંગ દ્વારા અનુપમ ખેરના ફોટાવાળી 500ના દરની કલર પ્રિન્ટવાળી નકલી નોટોના બંડલ પધરાવી સોનાના બિસ્કિટ લઈને ફરાર થઈ ગયા હતા. જે અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ આરંભી અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 1.37 કરોડના 18 નંગ સોના બિસ્કિટ જપ્ત કર્યા છે. જ્યારે 500ના દરની 300 નોટ અને 3 મોબાઈલ કબજે કર્યા છે. આ પણ વાંચો: નદીમાં ફેકેલા સિક્કા વિણતો, ગુનાના રવાડે એવો ચઢ્યો કે વાત ન પુછો, જાણો ફિલ્મને પણ ટક્કર આપે તેવી સ્ટોરી આ ઠગાઈ કેસનો માસ્ટર માઇન્ડ દીપક રાજપૂત છે. જેની વિરુદ્ધ અગાઉ વાડજ, પાલડી, વડોદરા, છોટા ઉદેપુર અને રાજસ્થાનમાં આ રીતના ગુના નોંધાયા છે. આ ઠગાઈની મોડ્સ ઓપરેન્ડી વાત કરીએ તો આરોપી દીપક, નરેન્દ્ર અને કલ્પેશ જુદા જુદા ગુનામાં વડોદરાની જેલમાં સજા કાપી રહ્યા હતા. તે સમયે આરોપી દીપકે પૈસા કમાવવા માટે એક મોટું ઠગાઈનું ષડયંત્ર રચ્યું હતું. તેમાં નરેન્દ્ર અને કલ્પેશને સામેલ કર્યા હતા. આ ત્રણેય આરોપીઓ જેલમાંથી છૂટ્યા બાદ ઠગાઈ કરવા માટે એક પ્લાનિંગ કર્યું હતું. જેમાં સી.જી. રોડ પર ઘટનાના 3 દિવસ પહેલા એક દુકાન ભાડે રાખી બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી. ત્યારબાદ જુદા જુદા જ્વેલર્સની રેકી કરી હતી. જેમાં લક્ષ્મી જ્વેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી કર્યું હતું. મુખ્ય આરોપી દીપક સરદારજીનો વેશ ધારણ કરી લક્ષ્મી જ્વેલર્સમાં સોનું ખરીદવા પહોંચ્યો હતો. તેની સાથે અન્ય વોન્ટેડ આરોપી વિજેન્દ્ર ભટ્ટર દીપકના પિતાની ભૂમિકા ભજવી હતી. ત્યારે આરોપી દીપક સાથે આરોપી ભુપેશ સુરતી તેનો પી.એ. બન્યો હતો. સાથે જ બોગસ આંગડિયા પેઢીના માલિક તરીકે વોન્ટેડ મુકેશ સુરતી રહ્યો હતો. જ્વેલર્સમાં ગ્રાહક તરીકે આરોપી ટોળકીએ જવા માટે ગાડી પણ ભાડે લીધી હતી જેથી કોઈને પણ શંકા ન જાય. એટલું જ નહીં સોનાની ડિલિવરીની સોદો કરવા માટે તેઓ સી.જી. રોડ પર આવેલા એક પ્રિન્ટિંગ પ્રેસમાં અનુપમ ખેરના ફોટાવાળી 500ના દરની નોટો છપાવી હતી. તેઓ પ્રિન્ટિંગ પ્રેસના માલિકને કહ્યું હતું કે એક ગુજરાતી ફિલ્મના શૂટિંગમાં ગેંગસ્ટરનો રોલ ભજવનારને નોટો ઉડાડવા માટે નકલી નોટ જોઈતી હોવાનું કહીને આ નકલી નોટ પ્રિન્ટ કરાવી હતી. આ ટોળકી 1.60 કરોડના સોનાની ઠગાઈ કરી હતી. આ પણ વાંચો: રાજકોટમાં ભયંકર કિસ્સો: ઝેરી દવા પીને ખેડૂતે કર્યું મોતને વ્હાલું, સુસાઈડ નોટમાં કર્યા આ મોટા ખુલાસા ઉલ્લેખનીય છે કે આ આરોપીઓમાં કલ્પેશ મહેતા જે ડિઝાઇનર એક્સપર્ટ છે તેણે જ નકલી નોટ ડિઝાઇન નક્કી કરી હતી તેમજ એસ.બી.આઈ. બેંકની પટ્ટીઓ બનાવી હતી. આ ઠગ ટોળકીને ડિલિવરી આપવા આવેલ મેહુલ બુલિયનના કર્મચારીને આરોપીએ 1.30 નકલી નોટો બતાવી હતી. જ્યારે 30 લાખ લઈને આવે છે તેવું કહીને બાઇક પર ફરાર થઈ ગયા હતા. આરોપી દીપક જુદા જુદા રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. સાથે જ આ આરોપીઓએ 3 સોનાના બિસ્કિટની અંદર ભાગ પાડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઠગાઈ કેસમાં ભુપેશ સુરતી, વિજેન્દ્ર ભટ્ટર, અરવિંદ ડામોર અને અરવિંદનો મિત્ર પ્રભુ નામના ચાર આરોપી હજી ફરાર છે. ત્યારે ચારેય આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.