NEWS

Aaj Nu Panchang: વાંચો 17 ઓક્ટોબરનું પંચાંગ, શુભ મુહૂર્ત, તિથિ અને શુભ-અશુભ ચોઘડિયાં

આજનું પંચાંગ Aaj Nu Panchang: ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે આસો પૂનમ છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે ઓક્ટોબર મહિનાની 17 તારીખ અને ગુરુવાર છે. લોકો કોઈ પણ શુભ કામ કરતા પહેલા ચોઘડિયું એટલે કે સારું મૂહૂર્ત જોતા હોય છે. આજના તિથિ, વાર, ચોઘડિયાં સહિતની માહિતી મેળવીએ. આજની તિથિ : આસો વદ પૂનમ, વિક્રમ સંવત: 2080 ઉત્તર ભારતીય તિથિ: આશ્વિન કૃષ્ણ પુર્ણિમાં, વિક્રમ સંવત: 2081 દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત તહેવાર - વિશેષ યોગ - આજના શુભ ચોઘડિયાનો સમય: આજે સવારે 6.38થી 8.05 સુધી શુભ, 8.58થી 12.25 સુધી ચલ, 12.25થી 13.51 સુધી લાભ, 13.51થી 15.18 સુધી અમૃત, 16.44થી 18.11 સુધી શુભ, 18.11થી 19.44 સુધી અમૃત, અને 19.44થી 21.18 સુધી ચલ ચોઘડિયું રહેશે. નક્ષત્ર: આજે સાંજે 16.20 સુધી રેવતી ત્યારબાદ આશ્વિન રાહુકાળ સમય: 13.30 થી 15.00 કરણ: વિષ્ટિ અમદાવાદ શહેરમાં આજે સવારે 06.38 વાગ્યે સુર્યોદય થશે અને 18.11 વાગ્યે અસ્ત થશે. સુરત શહેરમાં આજે સવારે 06.36 વાગ્યે સુર્યોદય અને 18.11 વાગ્યે અસ્ત થશે. આજની રાશિ: આજે સાંજે 16.20 સુધી મીન(દ, ચ, ઝ, થ) ત્યારબાદ મેષ(અ, લ, ઈ) રાશિ. આ પણ વાંચો: Horoscope 17 october: મેષ, મિથુન અને કર્ક રાશિના લોકોને નફો થશે, વૃષભના જાતકોએ સાવધાન રહેવું ચોઘડિયાંનો સમય સામાન્ય રીતે ચોઘડિયાંનો સમય આશરે દોઢ કલાક એટલે કે 90 મિનિટ હોય છે. ચોઘડિયાં સવાર અને રાત્રિ એમ બે પ્રકારના હોય છે. સવારના ચોઘડિયાંનો સમય સવારે છ વાગ્યે અને સાંજના ચોઘડિયાંનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સૂર્યોદય સાથે સવારના ચોઘડિયાંની શરૂઆત થાય છે અને સૂર્યાસ્ત પછી રાત્રિના ચોઘડિયાંની શરૂઆત થાય છે. તમે જોયું હશે કે દરેક કેલેન્ડરમાં સૂર્ય કેટલા વાગ્યે ઊગશે અને કેટલા વાગ્યે અસ્ત થશે તેની વિગત આપવામાં આવે છે. એ પાછળનું કારણ પણ આ જ છે. ચોઘડિયાં ત્રણ પ્રકારના હોય છે. જેમાં શુભ, અશુભ અને મધ્યમ ચોઘડિયાંનો સમાવેશ થાય છે. શુભ ચોઘડિયાં: શુભ, અમૃત, લાભ, અશુભ ચોઘડિયાં: ઉદ્વેગ, કાળ, રોગ મધ્યમ ચોઘડિયું: ચલ ચોઘડિયાં કેવી રીતે જોવા? દરેક વારનો એક સ્વામી હોય છે, અને જે તે વારનાં ચોઘડિયાની શરૂઆત નક્કી જ હોય છે. દા.ત. દરેક સોમવારે પ્રથમ ચોઘડિયું અમૃત જ હોય છે. એવી રીતે મંગળવારે પ્રથમ ચોઘડિયું રોગ જ હોય છે. આ પણ વાંચો: Weekly Horoscope: સિંહ સહિત આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરો સાથ, તો આ લોકો માટે સપ્તાહ રહેશે ઉતાર-ચઢાવ ભર્યું ચોઘડિયું - વાર ઉદ્વેગ - રવિવાર અમૃત - સોમવાર રોગ - મંગળવાર લાભ - બુધવાર શુભ - ગુરુવાર ચલ - શુક્રવાર કાળ - શનિવાર None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.