NEWS

વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો, મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો, વ્યાપક નુકસાન

મગફળીના પાકને ભારે નુકસાન અમરેલી: અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતે મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળીના વાવેતર બાદ હાલ કાપણી સમયે જ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લાના ખાંભા, સાવરકુંડલા, બગસરા અને બાબરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પડતા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મગફળીના પાકમાં મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોવાની પ્રતીતિ થઈ રહી છે. ખેડૂતોએ દિવાળી ટાંકણે કમાઈ લેવાની આશાએ મગફળીના પાકો વાડી ખેતરોમાંથી બહાર કાઢીને પાથરા રાખીને તૈયાર કર્યા હતા. પરંતુ અચાનક વરસાદે ખેડૂતોને તબાહ કરી દીધા છે. ખેડૂત બ્રિજેશભાઈ શેલડીયા વર્ષોથી પરંપરાગત ખેતી કરી રહ્યા છે. ચાલુ વર્ષે 9 વિઘાની મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું. સારો એવો બિયારણ, ખાતર અને સારી એવી માવજત કર્યા બાદ કાપણીના સમયે વરસાદ આવવાના કારણે ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. 9 વિઘાની મગફળી પાથરા તૈયાર કર્યા હતા અને પાથરા ઉપર કમોસમી વરસાદ પડવાને કારણે મગફળી કાળી પડી છે જેથી પોતાને 60000 થી 70000 રૂપિયા સુધીનું નુકસાન પહોંચ્યું છે. સરકાર નુકસાન થયેલ પાકનો સર્વે કરે અને વળતર આપે એવી માગ છે. બ્રિજેશભાઈએ વધુમાં જણાવ્યું કે વરસાદ ખેડૂતો માથે આફત બનીને આવ્યો છે અને ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. વાડી ખેતરોમાં મગફળીના પાથરા વરસાદથી કાળા થઈ ગયા છે અને મગફળી પલળી જતા ખેડૂતો હાલ ઓપનર દ્વારા મગફળી કાઢવાની કામગીરીમાં લાગી ગયા છે. મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. પાછોતરા વરસાદથી મગફળીનો પાક નષ્ટ થયો છે અને મગફળીના ભાવ પણ યાર્ડમાં ન મળે તેવી સ્થિતિ નિર્માણ પામી છે અને વહેલી તકે સરકાર દ્વારા ટેકાનો ભાવ નક્કી કરીને ખેડૂતોને મુસીબતમાંથી ઉગારે તેવી માગણીઓ ખેડૂતોની છે. ખાંભા, સાવરકુંડલા, બાબરામાં હાલ ખેડૂતના હાથમાં આવેલો કોળિયો ખેડૂતનો છીનવાયો છે. ખેડૂત કરેલી 4 મહિનાની મહેનત એક દિવસમાં પાણીમાં વહી ગઈ. ખેડૂત કરેલ લાખો રૂપિયાનો ખર્ચ આજે લાખોની નુકસાનીમાં ફેરવાયો છે. ખેડૂત નુકસાનીનું સર્વે કરી અને મગફળીના ટેકાના ભાવ જાહેર કરવાની માગ કરવામાં આવી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.