NEWS

Explainer: તમે જાણો છો સિંદૂર કેવી રીતે બને છે? શું સાચેમાં એક ચપટી ખાવાથી કે ખવડાવવાથી જીવ જઈ શકે છે?

કુદરતી અને હર્બલ ઘટકોમાંથી બનાવેલ સિંદૂરનો જ ઉપયોગ કરવાનો પ્રયાસ કરો, જેથી રાસાયણિક નુકસાન ટાળી શકાય. Sindoor: ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું ઘણું મહત્વ છે. સિંદૂર એક પરંપરાગત સૌંદર્ય પ્રસાધન છે, જે મુખ્યત્વે પરિણીત મહિલાઓ પોતાની માંગમાં લગાવે છે. હિંદુ ધર્મમાં તેના ઉપયોગનું વિશેષ મહત્વ છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સિંદૂર કેવી રીતે બને છે? સિંદૂર બનાવવા માટે અનેક પ્રકારની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં મુખ્યત્વે ‘મર્ક્યુરી સલ્ફાઇડ’ (HgS) નો ઉપયોગ થાય છે, જેને હિન્દીમાં ‘પારા સલ્ફાઇડ’ કહે છે. તે ચમકદાર લાલ રંગનો હોય છે અને કેટલીકવાર કૃત્રિમ રીતે પણ તૈયાર કરવામાં આવે છે. સિંદૂર બનાવવામાં હળદર, ચૂનો અને અન્ય જડીબુટ્ટીઓ જેવા કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં મળતા મોટા ભાગના સિંદૂરમાં કૃત્રિમ રંગો અને કેમિકલ નાખવામાં આવે છે, જે ક્યારેક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સિંદૂર ખાવાથી મૃત્યુ થઈ શકે છે? મોટાભાગે આ ખોટી માન્યતા છે. સિંદૂરમાં વપરાતી પરંપરાગત મર્ક્યુરી સલ્ફાઇડ ઝેરી હોય છે. પરંતુ સામાન્ય રીતે તેનો ઉપયોગ સ્કિન પર ખૂબ ઓછી પ્રમાણમાં થાય છે, તેથી તે નુકસાનકારક નથી. જોકે, જો કોઈ વ્યક્તિ વધુ પ્રમાણમાં સિંદૂરનું ખાઈ લે છે, તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે તેમાં રહેલ મર્ક્યુરી સલ્ફાઈડ શરીરમાં ઝેરનું કામ કરી શકે છે, જેનાથી માથાનો દુખાવો, ઉલટી, પેટમાં દુખાવો અને ગંભીર કિસ્સાઓમાં તે કિડની અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે. હા, સિંદૂર ખાવું એ ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ જો સિંદૂર એક ચપટી ખાવાથી તરત જ મૃત્યુ નહીં પામો. સિંદૂર વાપરવામાં સાવચેતી : કુદરતી સિંદૂરનો ઉપયોગ કરો. કુદરતી અને હર્બલ વસ્તુમાંથી બનાવેલ સિંદૂરનો જ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરો, જેથી કેમિકલ સાઈડઇફેક્ટથી બચી શકાય. ખરીદતા પહેલા ચેક કરો કે સિંદૂરમાં ભારે ધાતુઓ નથી. બજારમાં ઘણા સિંદૂર છે જેમાં સીસું અથવા અન્ય ભારે ધાતુઓ મિક્સ કરવામાં આવે છે. આવા સિંદૂરથી બચવું જોઈએ કારણ કે તે હેલ્થ માટે જોખમી સાબિત થઈ શકે છે. સિન્થેટિક સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળો. સિન્થેટીક સિંદૂર સસ્તું હોઈ શકે છે, પરંતુ તેમાં ઘણીવાર હાનિકારક કેમિકલ હોય છે. જે સ્કિન માટે હાનિકારક છે. આ પણ વાંચો : દિવાળીમાં ઘરના ગંદા પડદા સાફ કરવા અપનાવો આ ટિપ્સ, ધોવાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, થઈ જશે ચકાચક સિંદૂર કેટલા દિવસમાં તૈયાર થાય છે? સિંદૂર તૈયાર કરવાની પ્રક્રિયા સામગ્રી અને ઉત્પાદન કરવાની ટેક્નિક પર આધાર રાખે છે. પરંપરાગત અને ઔદ્યોગિક રીતે બનાવવામાં આવતા સિંદૂરના સમયમાં તફાવત હોઈ શકે છે. ઈન્ડસ્ટ્રિયલ સિંદૂર : જ્યારે ફેક્ટરીમાં સિંદૂર મોટા પાયે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેને બનવામાં વધુ સમય લાગતો નથી. કેમ કે તેમાં કેમિકલ (જેમ કે મર્ક્યુરી સલ્ફાઇડ) અને અન્ય વસ્તુઓનું મિશ્રણ કરીને મશીનો દ્વારા સરળતાથી બનાવવામાં આવે છે. સામાન્ય રીતે, તે એક દિવસમાં અથવા માત્ર થોડા કલાકોમાં તૈયાર કરી શકાય છે. પરંપરાગત/ઘરે બનાવેલ સિંદૂર : પરંપરાગત સિંદૂર બનાવવામાં થોડો વધુ સમય લાગી શકે છે. તે હળદર, ચૂનો અને જડીબુટ્ટીઓ જેવા કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેને સૂકવવા અને યોગ્ય મિશ્રણ તૈયાર કરવામાં 2 થી 3 દિવસ અથવા ક્યારેક વધુ સમય લાગી શકે છે. આ પણ વાંચો : શિયાળામાં થશે ગળામાં એલર્જી, આ 3 બાબતોનું ધ્યાન રાખશો તો રહેશો સ્વસ્થ કોણ બનાવે છે સિંદૂર? કારખાનાઓમાં સિંદૂરનું ઉત્પાદન: કારખાનાઓમાં સિંદૂરનું ઉત્પાદન મોટા પાયે થાય છે. તેમાં કેમિકલ એન્જિનિયરો અને ટેકનિશિયન કામ કરે છે, જે સિંદૂરના યોગ્ય મિશ્રણ અને ઉત્પાદનની દેખરેખ રાખે છે. આ કંપનીઓ અલગ-અલગ બ્રાન્ડના સિંદૂર બનાવે છે અને તેને માર્કેટમાં વેચે છે. સ્થાનિક કારીગરો : ઘણી જગ્યાએ સિંદૂર પણ પરંપરાગત કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ કારીગરો મોટાભાગે ગ્રામીણ વિસ્તારોમાં છે, જેઓ કુદરતી અને પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને સિંદૂર બનાવે છે. સ્ત્રીઓ પણ હળદર અને ચૂનામાંથી ઘરે સિંદૂર બનાવે છે, જેનો ઉપયોગ લગ્ન અને તહેવારોમાં થાય છે. આયુર્વેદિક કંપનીઓ : કેટલીક આયુર્વેદિક અને હર્બલ કંપનીઓ કુદરતી ઘટકોમાંથી સિંદૂર તૈયાર કરે છે. આ કંપનીઓ કેમિકલ મુક્ત અને સુરક્ષિત સિંદૂર બનાવવા માટે જડીબુટ્ટીઓનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગી શકે છે કારણ કે ઘટકોને તૈયાર કરવામાં અને મિશ્રણ કરવામાં કાળજી લેવામાં આવે છે. આ પણ વાંચો : લસણ ખાવાથી મૃત્યુ થાય! આ મહિલાને છે અજીબ બીમારી, તમે નામ સાંભળીને પણ ડરી જશો સિંદૂરનો છોડ છે? હા, સિંદૂરનો છોડ પણ છે. આ છોડને અંગ્રેજીમાં કુમકુમ ટ્રી અથવા કામિલા ટ્રી કહે છે. આ એક એવો છોડ છે જેમાંથી જે ફળો આવે છે તેનો પાવડર અને પ્રવાહી સ્વરૂપમાં સિંદૂર જેવા લાલ રંગનું ઉત્પાદન થાય છે. ઘણા લોકો તેને લિક્વિડ તરીકે હોવાથી લિપસ્ટિક ટ્રી પણ કહે છે, કારણ કે તેમાંથી જે રંગ નીકળે છે તે કુદરતી રીતે તમારા હોઠ પર લગાવી શકાય છે. આ છોડનું ઔષધીય મહત્વ પણ છે. તેનું વૈજ્ઞાનિક નામ સિંદુરી (Bixa orellana) છે. તેના બીજ અને મૂળમાંથી કેટલીક દવાઓ બનાવવામાં આવે છે. સિંદૂરનો છોડ ક્યાં ઉગે છે? સિંદૂરનો છોડ દક્ષિણ અમેરિકા અને કેટલાક એશિયન દેશોમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં આ છોડ મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશના અમુક પસંદગીના વિસ્તારોમાં જ ઉગાડવામાં આવે છે. સિંદૂરનો છોડ સરળતાથી દેખાતો નથી. એક છોડ એક સમયે એક કે દોઢ કિલો સિંદૂર ફળ આપી શકે છે. તેની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. કમીલાનું ઝાડ 20 થી 25 ફૂટ ઊંચુ હોય છે. એટલે કે તેના ઝાડનો ફેલાવો જામફળના ઝાડ જેટલો જ હોય છે. આ પણ વાંચો : ધરતીનો છેડો! વિશ્વનો છેલ્લો દેશ… અહીં ખતમ થઈ જાય છે પૃથ્વી, પછી આગળ શું હશે? છોડમાંથી સિંદૂર કેવી રીતે બને છે? આ ઝાડના ફળમાંથી નીકળતા બીજને પીસીને સિંદૂર બનાવવામાં આવે છે. તે એકદમ કુદરતી છે, તેનાથી કોઈ નુકસાન થતું નથી. કેમેલિયાના ઝાડ પરના ફળો ઝૂમખામાં આવે છે, જે શરૂઆતમાં લીલા રંગના હોય છે, પરંતુ પછીથી આ ફળ લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ ફળોની અંદર જ સિંદૂર હોય છે. સિંદૂર નાના દાણાના રૂપમાં હોય છે, જેને ગ્રાઈન્ડ કરી શકાય છે અને અન્ય કોઈપણ વસ્તુઓ સાથે ભળ્યા વિના તેનો સીધો ઉપયોગ કરી શકાય છે. તે શુદ્ધ છે અને તેની કોઈ આડઅસર નથી. આ સિંદૂરનો ઉપયોગ માત્ર કપાળ પર લગાવવા માટે પણ કરવામાં આવે છે. તેના બદલે, તેનો ઉપયોગ ખાદ્ય પદાર્થોને લાલ રંગ આપવા માટે પણ થાય છે. એટલે કે તે પણ ખવાય છે. કેમેલીયાના ઝાડમાંથી મેળવેલા સિંદૂરનો ઉપયોગ ઉચ્ચ ગુણવત્તાની લિપસ્ટિક બનાવવામાં થાય છે. તેમાંથી દવાઓ પણ બનાવવામાં આવે છે. લિપસ્ટિક સિવાય હેર ડાઈ અને નેલ પોલીશ જેવી ઘણી વસ્તુઓમાં તેનો ઉપયોગ થાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.