NEWS

VIDEO: માતાનાં નિધન પછી દીકરી થઇ ઉદાસ, ફરાહ ખાનને સાંત્વના આપવા શાહરુખ પહોંચ્યો પરિવાર સાથે

માતાનાં નિધન પછી ફરાહ ઉદાસ જોવાં મળી. Bollywood News: ડાયરેક્ટર અને કોરિયોગ્રાફી ફરાહ ખાનની માતા મેનકા ઇરાનીએ 79 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહ્યું. છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતા. મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં મેનકા ઇરાનીની સારવાર ચાલી રહી હતી. અંતિમ શ્વાસ મેનકા ઇરાનીએ હોસ્પિટલમાં લીધાં. શુક્રવારનાં રોજ દુનિયાને અલવિદા કહ્યું. બોલિવૂડ સેલેબ્સ પણ આ વાતથી ઉદાસ જોવાં મળ્યાં. આમ, ફરાહ ખાન અને શાહરુખ ખાન વચ્ચેનું બોન્ડિગ બહુ સારું છે. આ સમયે ફરાહ ખાનને સાંત્વના આપવા માટે શાહરુખ ખાનની સાથે પત્ની ગૌરી ખાન અને દીકરી સુહાના પણ પહોંચી હતી. આ પણ વાંચો: કોરિયોગ્રાફર ફરાહ ખાનની માતાનું નિધન, 79 વર્ષે દુનિયાને કહ્યું અલવિદા, બે અઠવાડિયાં પહેલાં જન્મદિવસ ઉજવ્યો હતો માતા મેનકા ઇરાનીનાં નિધન પછી પહેલીવાર ફરાહ ખાન જોવાં મળી. આ દુખદ ઘટના પછી ફરાહ ઉદાસ થઇ ગઇ છે. દોસ્તીને મુશ્કેલ ઘડીમાં સાથ આપવા માટે શાહરુખ ખાને પહોંચ્યો છે. શાહરુખ ફરાહ ખાનને રોતાં જોઇ શક્યો નહીં અને ગળે મળી પડ્યાં. બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન અને ફરાહની નજીકની હિટ દોસ્તીમાંથી એક છે. પત્ની અને ગૌરી પણ શાહરુખની સાથે જોવા મળ્યાં. ઘરમાંથી બહાર નીકળતાં પૈપ્સે ફરાહ ખાનને આ ઘટનાં પછી પહેલીવાર સ્પોટ કરી. પૈપરાઝી વિરલ ભાયાણીએ આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે ફરાહ અને શાહરુખ બન્ને સાથે જોવાં મળી રહ્યાં છે. શાહરુખ એની દોસ્ત ફરાહ સાથે વાત કરે છે અને પછી સંભાળતા જોવાં મળી રહ્યો છે. આ સાથે પ્રેમથી ગળે મળ્યાં. જો કે સિક્યોરિટી ગાર્ડ્સે હંમેશાની જેમ છત્રીથી શાહરુખનો ચહેરો ઢાંક્યો. શાહરુખ સિવાય બીજી અનેક ફિલ્મી હસ્તીઓ પણ ઘરે પહોંચી હતી, જેમાં રાની મુખર્જી, શિલ્પા શેટ્ટી, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને ભૂષણ કુમાર શામેલ હતાં. મેનકા ઇરાની પણ એક્ટ્રેસ રહી ચુકી છે. મેનકા ઇરાનીએ વર્ષ 1963માં આવેલી ફિલ્મ બચપનમાં કામ કર્યું હતું. આ ફિલ્મને સલીમ ખાને લખી હતી. ફરાહ ખાને 12 જુલાઇનાં રોજ માતાની સાથે મસ્ત તસવીર શેર કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું હતું કે, ‘આપણે બધાં આપણી માતાને સામાન્ય ગણતાં હોઇએ છીએ…ખાસ કરીને હું, મને ગયા મહિને એ વાતનો ખ્યાલ આવ્યો કે હું મારી માતા મેનકાને કેટલો પ્રેમ કરું છું…મારી માતા સૌથી સ્ટ્રોન્ગ અને સૌથી બહાદુર વ્યક્તિ છે. એમની હાલમાં સર્જરી થઇ છે, પરંતુ ત્યારબાદ પણ એમની સેન્સ ઓફ હ્યુમર બહુ જોરદાર છે. જન્મદિવસ મુબારક માં, આજે ઘરે પાછા આવવા માટે બહુ સારો દિવસ છે. હું રાહ જોઇ રહી છું કે તું ક્યારે ફરીથી સ્ટ્રોન્ગ બનીશ અને મારી સાથે લડાઇ કરીશ..હું તને બહુ પ્રેમ કરું છું.’ None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.