NEWS

ઘઉંના લોટમાં ભેળવી દો આ સસ્તી વસ્તુ, સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ છે કમાલ, વજન-કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે

ઘઉંના લોટમાં નાંખી દો આ સસ્તી વસ્તુ Besan for Weight Loss: આપણા દેશમાં ઘઉં અને ચોખા મુખ્ય આહાર છે. દરેક ઘરમાં આ બંને અનાજ કોઇને કોઇ રૂપે બને જ છે. 100 ગ્રામ ઘઉમાં 71 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનર્જી આપણા માટે મુખ્ય સ્ત્રોત બની જાય છે. આ સિવાય પણ વિટામિન અને મિનરલ્સ હોય છે પરંતુ વધુ કાર્બોહાઇડ્રેટના કારણે ઘણું આદર્શ આહાર નથી. તેનું ગ્લાઇસેમિક ઇંડેક્સ પણ વધારે હોય છે. આ જ કારણ છે કે તેને વજન વધવા પાછળનું કારણ પણ માનવામાં આવે છે. તેમાં પ્રોટીન ખૂબ જ ઓછું હોય છે. પરંતુ જો તમે ઘઉંના લોટમાં થોડો બેસન નાંખી દેશો તો તે તમારા માટે ખૂબ જ પૌષ્ટિક બની જાય છે. સાથે જ તે ઘણી બીમારીઓનું જોખમ પણ ઓછું કરી શકે છે. ઘઉંના લોટમાં બેસન ભેળવવાના ફાયદા અમેરિકાના ફોનિક્સમાં પ્રેક્ટિસ કરી રહેલી ક્લીનિકલ ન્યુટ્રશનિસ્ટ ડો. પ્રિયંકા રોહતગીએ જણાવ્યું કે ભોજનને પૌષ્ટિક બનાવવાની સૌથી સારી રીત છે ઘઉંના લોટમાં બેસન ભેળવી દો. બેસન એટલે કે ચણાના લોટમાં દરેક પ્રકારના પોષક તત્ત્વો મળી જશે. તેમાં ખૂબ જ વધારે માત્રામાં ફાયબર અને પ્રોટીન મળે છે. આ સાથે જ તેમાં કેલ્શિયમ અને કાર્બોહાઇડ્રેટની પણ ઉણપ નથી. આ રીતે તે સંપૂર્ણ પૌષ્ટક આહાર બની જાય છે. તેનો સ્વાદ પણ વધી જાય છે. ડો. પ્રિયંકા રોહતગીએ જણાવ્યું કે આપણા દેશમાં હેલ્થ ખરાબ થવા પાછળ આ પણ એક કારણ છે કે લોકો પ્રોટીનનું સેવન ઓછું કરી શકે છે. જ્યારે તેના ઘણા સસ્તા સ્ત્રોત પણ છે. બેસન તેમાંથી જ એક છે. તે પ્રોટીનનો ખજાનો છે. તેથી રોજના ભોજનમાં તમે તેને વિભિન્ન રીતે ઉપયોગમાં લઇ શકો છો. આ પણ વાંચો : ઘોડા જેવી તાકાત અને ચિત્તા જેવી સ્ફૂર્તિ માટે પલાળીને ખાવ આ 2 વસ્તુ, મહિનામાં જ નબળુ શરીર લોખંડ જેવુ મજબૂત થઇ જશે વજન પર લગાવી શકે છે લગામ ડોક્ટર પ્રિયંકા રોહતગીએ જણાવ્યું કે ચણાના લોટમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન હોય છે. આ કારણે જો તમે સવારે તેની રોટલી ખાશો તો તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ સાથે તમારું વજન ઘટવા લાગશે. 100 ગ્રામ ચણામાં 12 ગ્રામ ડાયેટરી ફાઈબર હોય છે. જો કે, જ્યારે તેને તેની છાલ સાથે લોટમાં પીસી લેવામાં આવે ત્યારે વજન ઘટાડવામાં વધુ ફાયદો થશે. તેનાથી પૂરુ ફાઇબર મળી શકે છે. ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તેથી ભૂખ કંટ્રોલમાં રહે છે. ડાયેટરી ફાઈબર પાચનક્રિયાને પણ ધીમું કરે છે. હૃદય માટે ફાયદાકારક ચણાના લોટમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. આ બંને તત્વો હાર્ટ માટે ખૂબ સારા છે. એટલે કે આનાથી હૃદયની માંસપેશીઓ મજબૂત થશે અને હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટશે. આટલું જ નહીં, કેટલાક રિસર્ચમાં એવું પણ જાણવા મળ્યું છે કે ચણાના લોટમાં સોલ્યુબલ ફાયબર જોવા મળે છે જે LDL એટલે કે બેડ કોલેસ્ટ્રોલ અને ટોટલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ સિવાય તે ટ્રાઈગ્લિસરાઈડ્સને પણ ઘટાડે છે. આ રીતે તે હૃદય માટે ફાયદાકારક છે. ચણાના લોટના સેવનથી બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરી શકાય છે. આ પણ વાંચો: ડાયાબિટીસમાં ઔષધિ સમાન છે પાણીમાં ઉગતા આ લીલા પાન, બ્લડ સુગર કરે કંટ્રોલ, હાડકાને બનાવે મજબૂત, જાણો 4 ફાયદા બ્લડ સુગરને કંટ્રોલ કરે ડો. પ્રિયંકા રોહતગીએ જણાવ્યું કે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો ઘઉંના લોટમાં ચણાનો લોટ મિક્સ કરીને રોટલી ચોક્કસ બનાવો અને તેનું સેવન કરો. જો તમે માત્ર ઘઉંમાંથી બનેલી રોટલી ખાશો તો સુગર વધવાનું જોખમ રહેશે. ચણાના લોટનો જીઆઈ અથવા ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો ઓછો છે. એટલે કે તે બ્લડ સુગરને વધવા દેતું નથી. આ કારણથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. ચણાના લોટમાં ડાયેટરી ફાઈબર અને પ્રોટીન સુગર ઘટાડવામાં મદદ કરે છે. હકીકતમાં, આ બધા તત્વો લોહીમાં કાર્બોહાઇડ્રેટ્સના વધારાને અટકાવે છે કારણ કે તેનું શોષણ ખૂબ જ ધીમું બને છે. એક રિસર્ચ અનુસાર, જો જમ્યા પછી ચણાનો લોટ અથવા કાળા ચણાનું સેવન કરવામાં આવે તો બ્લડ શુગર લેવલ 36 ટકા સુધી ઘટી જાય છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.