NEWS

ગાંધીનગરના પ્રદુષિત પાણીએ ખેડૂતોને કર્યા બરબાદ! ખેતરો બેટમાં ફેરવાયા, ઉભો પાક બળી ગયો

સુએજના પાણી ખેતરમાં ઘુસ્યા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગ્રામજનો માટે સમસ્યા રૂપ બન્યો છે. કેમકે પાણીને શુદ્ધ કરતો આ પ્લાન્ટ જાસપુરના ખેડૂતો માટે પ્રદૂષિત પાણીનો નિકાલ સમસ્યા થતા ખેતરો બેટમાં ફેરવાયા છે. છેલ્લા બે મહિનાથી જાસપુરની આજુબાજુમાં આવેલ ખેતરોમા પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક બળીને ખાક થઇ ગયો છે. ગુજરાતમાં ભારે વરસાદના પગલે પાણી ભરયા છે. જ્યારે પાટનગર પાસે આવેલા એક ગામમાં વરસાદી પાણી નહી પરતું સુએજ પ્લાન્ટમાં પાણી ભરાયાં છે.જેથી ગામના ખેડૂતો ખેતર બેટમાં ફેરવાયા છે.પાણી ભરવાના કારણે પાક નષ્ટ થયો છે. હવે પાણી લોકોના ઘરમાં પણ ફરી વળ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.. ગાંધીનગર: જિલ્લાના કલોલ તાલુકામાં આવેલાં જાસપુર ગામમાં ગંદા પાણીને શુધ્ધ કરવા માટેનો સુએજ પ્લાન્ટ કાર્યરત છે. અહીં ગટરનું ગંદુ પાણી શુદ્ધ કરવામાં આવે છે. પરંતુ જળના શુદ્ધીકરણની પ્રક્રિયામાં ગ્રામજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે. જાસપુરમાં 65 MLDનો નવો સુએજ પ્લાન્ટ બનાવાયો છે. હવે પ્લાન્ટ તો કાર્યરત છે પરંતુ હજુ પાણીની નવી લાઈન નાંખવામાં આવી નથી. જૂની લાઈનમાં જ પાણીનું વહન થાય છે. જેના કારણે લાઈનમાંથી ઓવરફ્લો થઈને પાણી રસ્તા અને ખેતરો પર ફરી વળ્યા છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગ્રામજનો માટે સમસ્યા રૂપ બન્યો છે. કેમકે પાણીને શુદ્ધ કરતો આ પ્લાન્ટ જાસપુરના ખેડૂતો માટે પ્રદૂષિત પાણીનો નિકાલ સમસ્યા થતા ખેતરો બેટમાં ફેરવાયા છે. છેલ્લા બે મહિનાથી જાસપુરની આજુબાજુમાં આવેલ ખેતરોમા પાણી ફરી વળતા ખેડૂતોનો ઉભો પાક બળીને ખાક થઇ ગયો છે. ગ્રામજનો કહેવું છેકે, સુએજ પ્લાન્ટનું ગંદુ પાણી 100 વીઘા જેટલી જમીન પર ફરી વળ્યું છે.ગંદુ પાણી ખેતરમાં ભરાઈ જવાથી પાક ઊભા પાકની ખેતી રોળાઈ ગઈ છે. પાણી ફરી વળતા કપાસ, શાકભાજી, જુવાર સહિતના સાવ બગડી ગયા છે. આ પણ વાંચો: Gujarat Rain: પાંચ દિવસ સુધી વરસાદ ભુક્કા બોલાવી દેશે! 29 જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની આગાહી પાણી ભરવાના કારણે જાણે ખેતર બેટ બની ગયા હોય તેમ બન્યું છે. છતાં પાણીનો વ્હેલ અટકતો નથી જેના કારણે સતત પાણીના ફલો રહ્યા કરે છે. હવે ખેતરો ઠીક પરંતુ હવે ઘરમાં પાણી ઘુસી ગયા છે. એટલે હવે જઈએ તો ક્યાં જઈએ એવી નોબત આવી છે ગ્રામપંચાયતમાં તેમજ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છે છતાં કોઈ નિકલ આવતો નથી. ખેડૂતોના ખેતર અને ઘરોમાં પાણી પણ ઘુસ્યા અને હવે ગટરમાં પાણીમાં જીવન જીવવાની નોબત આવી છે. જેના કારણે સ્થાનિકો કહેવું છેકે, સતત ભરાયેલા રહેતા ગંદા પાણીને કારણે આ વિસ્તારના લોકોમાં એલર્જી, ખંજવાળ અને ચામડીના રોગો પણ થઈ રહ્યા છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ મળે ગરીબોને ન્યાય મળે નહીતર જીવવું કેમ તે મુશ્કેલ બન્યું છે. શહેરની ગંદકી ગામડાને ગંદા કરી રહી છે. જેના કારણે ગ્રામ્યવિસ્તારના લોકો પારાવાર મુશ્કેલી નો સમાનો કરવાની નોબત આવી હતી રહી છે. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.